Saturday, March 09, 2013

Calf killed by three lions at Lasha

05-03-2013
Calf killed by three lions at Lasha
Divya Bhaskar
http://www.divyabhaskar.co.in/article/SAU-JUN-lion-hunting-in-khambha-4197963-NOR.html?OF14

લાસામાં આવી ચડેલા ત્રણ સિંહે વાછરડાનું કર્યું મારણ

- પાણી અને શિકારની શોધમાં વારંવાર ગામમાં આવી ચડતા સાવજો


ખાંભા તાલુકામાં વસતા સાવજો અને દિપડાઓ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં વસતા માલધારીઓના પશુઓનું અવાર નવાર મારણ કરવામાં આવે છે. આવી જ એક ઘટનામાં ગઇકાલે લાસા ગામે ત્રણ સાવજો ચડી આવ્યા હતાં અને વાછરડાનું મારણ કર્યું હતું. ખાંભા તાલુકાના લાસા ગામે ગઇરાત્રે એક સાથે ત્રણ સાવજો આવી ચડ્યા હતાં.

ગીર કાંઠાના આ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આમ તો સાવજોના અવાર નવાર આંટાફેરા રહે છે. ક્યારેક ગામની શેરી-ગલીઓમાં દપિડાઓ પણ આવી ચડે છે ત્યારે ગત રાત્રે ત્રણ સાવજો લાસામાં આવી ચડ્યા હતાં અને પાદરમાં આવેલ ગામના પૂર્વ સરપંચ જેરામભાઇ કોટડીયાની વાડીના ઝાપા પાસે વાછરડીનું મારણ કર્યું હતું.

આ ત્રણેય સાવજોએ વાડીમાં આંટો માર્યો હતો અને બાદમાં વાડીના ઝાપા પાસે રેઢીયાળ વાછરડો સાવજોની ઝપટે ચડી જતા ત્રણેય સાવજોએ પળવારમાં જ તેના રામ રમાડી દીધા હતાં. દરમીયાન સાવજો અહિં હોવાની જાણ થતા મોટી સંખ્યામાં ગામલોકો સિંહદર્શન માટે અહિં એકઠા થયા હતાં. ઉનાળાનો પ્રારંભ થઇ ચુકયો છે ત્યારે સીમમાં સાવજોને પાણી મળતુ ન હોય અવાર નવાર સાવજો પાણીની શોધમાં પણ અહિં આવી ચડે છે.

No comments:

Previous Posts