Sunday, October 07, 2012

Lion family in the outskirts nil cow killer

07-10-2012
Lion family in the outskirts nil cow killer
Divya Bhaskar
http://www.divyabhaskar.co.in/article/SAU-lion-family-in-the-outskirts-nil-cow-killer-3890759.html?OF13=

ખીસરીના પાદરમાં સિંહ પરિવારે કર્યું નીલગાયનું મારણ

ધારી તાલુકાના રેવન્યુ વિસ્તારમાં મારણની વધતી ઘટનાઓ


અમરેલી જીલ્લાના રેવન્યુ વિસ્તારમાં સાવજોની સંખ્યા વધતી જતી હોય આ સાવજો દ્વારા પેટની ભૂખ ભાંગવા માટે કરાતા મારણની સંખ્યા પણ સતત વધતી જાય છે. આવી જ એક ઘટનામાં ગઇકાલે ધારી તાલુકાના ખીસરી ગામના પાદરમાં આવીને પાંચ સાવજના ટોળીએ એક નીલગાયનુ મારણ કર્યુ હતું. આ સમયે સિંહદર્શન માટે લોકોની મોટી ભીડ પણ ઉમટી પડી હતી.

આ પ્રકારે મારણની ઘટનાઓ હવે ધારી તાલુકામાં વધતી જ જાય છે. કારણ કે સિંહની સંખ્યા સતત વધતી જતી હોય સાવજો આ વિસ્તારમાં વધુને વધુ રેવન્યુ વિસ્તાર પર કબજો જમાવતા જાય છે. જેને પરિણામે આ સાવજોને મારણની જરૂર પડે ત્યારે લોકોના ઉપયોગી પશુઓ પર તુટી પડે છે. ગઇકાલે એક સાથે પાંચ સાવજના ટોળાએ એક નિલગાયનુ મારણ કર્યુ હતું.

ધારી તાલુકાના ખીસરી ગામના પાદર સુધી આવી ચડેલો સિંહ પરિવાર એક નીલગાય પર તુટી પડયો હતો. અને જોતજોતામાં તેના રામ રમાડી દીધા હતાં. બાદમાં આ સિંહ પરિવારે નીરાંતે ભારપેટ ભોજન આરોગ્યું હતું. સિંહ દ્વારા મારણ કરાયાની જાણ થતા આ વિસ્તારના લોકો સિંહ દર્શન માટે ઉમટી પડયા હતાં. અહીં લોકોનું મોટુ ટોળુ એકઠુ થઇ ગયું હતું. અને મોડી રાત સુધી લોકોએ સિંહોને નિહાળ્યા હતાં.

No comments:

Previous Posts