18-09-2012
Lion attacked on Buffalo in Amreli
Divya Bhaskar
http://www.divyabhaskar.co.in/article/SAU-lion-attack-on-cow-in-amreli-3800813.html?OF8=
ભૂખ્યા સાવજોનો આંતક: અભરામપરાની સીમમાં સાવજે કર્યું પાડીનું મારણ
- મિતીયાળા અભ્યારણ્ય આસપાસના વિસ્તારમાં ભૂખ્યા સાવજોનો આંતક
અમરેલી જીલ્લાના રેવન્યુ વિસ્તારમાં વસતા સાવજો અવાર નવાર આ વિસ્તારના ખેડૂતો અને માલધારીઓના ઉપયોગી પશુઓને મારી નાખે છે. ખાસ કરીને ગીર કાંઠાના ધારી, ખાંભા, સાવરકુંડલા વગેરે તાલુકાઓમાં સાવજોનો આવો ત્રાસ વિશેષ પ્રમાણમાં જોવા મળી રહ્યો છે. ગઇકાલે સાવરકુંડલા તાલુકાના અભરામપરા ગામની સીમમાં એક સાવજે ભરવાડની પાડીને મારી નાખી હતી.
આ ઘટના સાવરકુંડલા તાલુકાના અભરામપરા ગામની સીમમાં લેકારીયા ડેમ વિસ્તારમાં બની હતી. અભરામપરા ગામ મીતીયાળા અભ્યારણ્યથી દસેક કિમી દુર આવેલુ છે. મિતીયાળા અભ્યારણ્યમાં હાલમાં આઠ સાવજોનું એક ગૃપ વસવાટ કરી રહ્યુ છે. આ સાવજો ગીર ઉપરાંત મિતીયાળા અભ્યારણ્ય અને આસપાસના ગામડાઓમાં પોતાનો પગદંડો જમાવીને બેઠા છે. આ સાવજો દ્વારા અભરામપરા તથા આસપાસના અનેક ગામોના માલધારીઓના દુધાળા પશુઓને મારી નાખવામાં આવે છે. આ ઉપરાંત ખેડૂતોના પશુઓ પણ સાવજોનો ભોગ બને છે.
ગઇકાલે અભરામપરા ગામના ભુપતભાઇ ભરવાડની એક પાડી લેકારીયા ડેમ વિસ્તારમાં ચરતી હતી ત્યારે એક ડાલામથ્થો સાવજ ત્યાં આવી ચડયો હતો અને જોતજોતામાં પાડીના રામ રમાડી દીધા હતાં. ભુખ્યા સાવજે બાદમાં ભરપેટ ભોજન લીધુ હતું. આ બારામાં વન વિભાગના કર્મચારીઓને જાણ થતા સાવરકુંડલા આરએફઓ કચેરીના સ્ટાફે ઘટનાસ્થળે દોડી જઇ આગળની કાર્યવાહી શરૂ કરી હતી.

No comments:
Post a Comment