Wednesday, September 05, 2012

Kankrach, home of lions in Greater Gir, logged with rain water

05-09-2012
Kankrach, home of lions in Greater Gir, logged with rain water
Divya Bhaskar
http://www.divyabhaskar.co.in/article/SAU-water-in-lions-home-in-liliya-3742671.html


ક્રાંકચના બુહદગીર વિસ્તારમાં સાવજોના ઘરમાં પાણી ઘૂસ્યા

- બે સિંહણ અને પાંચ બચ્ચાં પર જોખમ હોય સ્થળાંતરીત કરવા સ્થાનિક પર્યાવરણ ટ્રસ્ટની માગ


લીલીયા તાલુકાના ક્રાંકચના બાવળની કાટના જંગલ વિસ્તારમાં હાલમાં ૨૮ સિંહો વસવાટ કરી રહ્યાં છે. આ બુ«દગીર વિસ્તારમાં ગઇકાલે પડેલા અનરાધાર વરસાદથી શેત્રુંજી નદી અને ગાગડીયા નદીમાં ઘોડાપુર આવ્યાં હતાં. અને ચોતરફ પાણી ઘુસી ગયા છે. ત્યારે હાલમાં બે સિંહણ અને પાંચ બચ્ચાનો પરિવાર આ વિસ્તારમાં આંટાફેરા મારતો હોય તેના પર પાણીનું જોખમ હોય સ્થાનિક પર્યાવરણ ટ્રસ્ટ દ્રારા વનવિભાગને આ સિંહ પરિવારને અન્ય સ્થળાંતરિત કરવા માંગ કરવામાં આવી છે.

ગત મોડીરાત્રીના અમરેલી સહિત જિલ્લાભરમાં મેઘરાજા મનમુકીને વરસ્યા હતા. લીલીયામાં પણ બે ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો. ઉપરવાસમાં પણ ભારે વરસાદ હોય અહીની શેત્રુંજી નદી અને ગાગડીયો નદીમાં ઘોડાપુર આવી ગયા હતા. આ બુ«દગીર વિસ્તારમાં અનેક સિંહ પરિવારો વસવાટ કરતા હોય ચોતરફ પાણી ફરી વળતા વન્યપ્રાણી પર કોઇ જોખમ ઉભુ ન થાય તે માટે સિંહ પરિવારોને અહીથી સ્થળાંતરિત કરવા સ્થાનિક પર્યાવરણ ટ્રસ્ટ દ્રારા વનવિભાગના જે.કે.મકવાણાને રજુઆત કરવામાં આવી હતી.

ક્રાંકચ બીડના ખોડીયારની ખાણ વિસ્તારમાં કાયમી વસવાટ કરતી માકડી સિંહણે થોડા દિવસ પહેલા ત્રણ બચ્ચાને જન્મ આપ્યો હતો. આ ઉપરાંત નદીના સામા કાંઠે વસવાટ કરતી રેડીયો કોલર સિંહણે દોઢ માસ પહેલા બે બચ્ચાને જન્મ આપ્યો હતો. ત્યારે આ સિંહ પરિવારને સલામત સ્થળે ખસેડવાની માંગ થઈ છે.

No comments:

Previous Posts