Thursday, September 13, 2012

Leopard attack on old man in Una

13-09-2012
Leopard attack on old man in Una
Divya Bhaskar
http://www.divyabhaskar.co.in/article/SAU-leaopad-attack-on-old-man-in-una-3777529.html

મોઠામાં ઘરની ઓસરીમાં ત્રાટકેલા દીપડાએ આઘેડ પર કર્યો હુમલો 

- ઊના પંથકનાં ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાનો તરખાટ : તાત્કાલીક પાંજરે પુરવા મોઠાનાં ગ્રામજનોની માંગ


ઊના પંથક જંગલ વિસ્તારની નજીક આવેલો વિસ્તાર હોવાથી જંગલમાં વસવાટ કરતા સિંહતથા દીપડા જેવા હિંસક પ્રાણીઓ માનવ વસાહતમાં પોતાનું રહેણાંક બનાવતા હોય તેમ ગતરાત્રિનાં તાલુકાનાં મોઠા ગામે ઘરની ઓસરીમાં બેસેલા દરબાર યુવાન પર દીપડાએ હુમલો કરતા નાના એવા ગામમાં ભયનું લખલખુ પ્રસરી વળ્યું છે.

મોઠા ગામમાં આવેલ બ્રાહ્નણ શેરીમાં છેવાડાનાં મકાનમાં રહેતા દરબાર રાણાભાઇ વિરાભાઇ ગોહીલ (ઉ.વ.૪૫) ગતરાત્રે તેમના ઘરની ઓસરીમાં બેઠા હતા ત્યારે રાત્રિનાં ૮ થી ૯ વાગ્યાની વચ્ચે અચાનક દીપડો રાણાભાઇની ઓસરીમાં આવી ગયેલો અને રાણાભાઇ પર હુમલો કરતા ઘરનાં સભ્યો ઘરમાંથી બહાર દોડી આવ્યા હતા અને દ્રશ્ય જોઇ હેબતાઇ ગયા હતા. તેમજ રાણાભાઇને મુકત કરવા હાકલા પડકારા કરતા મહામુસીબતે દીપડાએ રાણાભાઇનાં માથાનાં ભાગ પર તથા હાથમાં ઇજા કરી ઘરમાંથી નાસી ગયેલ હતો અને તાત્કાલિક લોહી-લુહાણ હાલતમાં રાણાભાઇને ઊના સરકારી દવાખાને સારવાર અર્થે ખસેડેલ.

જ્યાં ફરજ પરનાં તબીબે સારવાર આપ્યા બાદ તેમને ભયમુકત જાહેર કરેલ. આમ ઘરમાં ઘુસી દીપડાએ હુમલો કરતા ગામમાં ભય પ્રસરી ગયેલ છે અને તાત્કાલીક દપિડાને પાંજરે પુરવાની માંગણી ઉઠવા પામેલ છે. આ બનાવ બનતા આરએફઓ બી.ટી.આયર, ફોરેસ્ટર પી.એમ. મારૂ તથા પોપટાણી સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી જઇ દીપડાનું લોકેશન મેળવવા પ્રયાસો હાથ ધરેલ હતા.


No comments:

Previous Posts