Monday, July 09, 2012

Leopard attacks villager at Athamda Pada village near Una

09-07-2012
Leopard attacks villager at Athamda Pada village near Una
Divya Bhaskar
http://www.divyabhaskar.co.in/article/SAU-leaopad-attack-on-two-people-in-juangadh-3495885.html

ઊનાનાં આથમણા પડામાં દીપડાનો બે આધેડ પર હુમલો




ઊના તાલુકાનાં નાના એવા આથમણા પડા ગામની સીમમાં આજે સાંજના સુમારે નારણભાઇ શાદુgલભાઇ ડાંગોદરા (ઉ.વ.૫૦) તથા તેમના પિતરાઇ ભાઇ માંડણભાઇ સામતભાઇ ડાંગોદરા (ઉ.વ.૭૫) વાડીએ નિંદણનું કામ કરતા હતા ત્યારે અચાનક વાડમાંથી દીપડાએ આવી પડી સૌપ્રથમ નારણભાઇનાં હાથ પર હુમલો કરી ઘાયલ કરી દીધેલ. તેમને બચાવવા તેમના પિતરાઇ ભાઇ માંડણભાઇ દોડી જતા દીપડાએ તેમના પર પણ હુમલો કરી ઘાયલ કરી દીધા હતા.

દરમિયાન બાજુની વાડીઓમાં કામ કરતા લોકો પણ ત્યાં દોડી આવી હાકલા પડકારા કરતા દીપડો નાસી છુટવામાં સફળ રહ્યો હતો. આ બંને ભાઇઓને લોહી લોહાણ હાલતમાં ઊનાની સરકારી હોસ્પિટલે સારવાર અર્થે ખસેડાયા હતા. આ બનાવનાં પગલે વનખાતાનાં પી.એ. મારૂ, ચાંદુભાઇ સહિતનો સ્ટાફ હોસ્પિટલે દોડી ગયો હતો. બંને ફરજ પરનાં તબીબે સારવાર આપ્યા બાદ ભયમુકત જાહેર કર્યા હતા. હુમલાનાં બનાવથી ગામમાં ગભરાટનો માહોલ પ્રસરી ગયો હતો.

No comments:

Previous Posts