Tuesday, June 19, 2012

Gir lions - increase pride (tourism) of Gujarat; 44% rise in tourist

19-06-2012
Gir lions - increase pride (tourism) of Gujarat; 44% rise in tourist
Divya Bhaskar
'ગીરના સાવજો' એ ગુજરાતનું વધાર્યું ગૌરવ
 
- પ્રવાસીઓની સંખ્યામાં ૪૪ ટકાનો વધારો
- વિદેશી પર્યટકોની સંખ્યા પણ ૩૮ ટકા વધી: વન વિભાગને સવા ચાર કરોડની ધીંગી આવક થઇ
સમગ્ર એશીયા ખંડમાં માત્ર ગીરનાં જંગલમાં વિચરતા એશીયાટીક સિંહોનું સત્તાવાર વેકેશન ૧૬ જૂનથી ચાર માસ માટે શરૂ થઇ ચૂક્યું છે. ગીર જંગલનાં દ્વાર ૧૫ ઓક્ટોબર સુધી પ્રવાસીઓ માટે બંધ રહેશે. વનરાજોને વેકેશન પહેલા જોઇ લેવા પ્રવાસીઓનો રીતસર રાફડો ફાટતા ગતવર્ષની તુલનામાં પ્રવાસીઓની સંખ્યામાં ૪૪ ટકાનો તોતીંગ વધારો થયો હોય ગીરનાં સિંહોએ દેશ-વિદેશમાં પ્રવાસીઓને ઘેલુ લગાડી ગુજરાતનું ગૌરવ વધાયું છે. વનરાજોનું તા. ૧૬ જૂનથી ચાર માસનું વેકેશન શરૂ થઇ ચુકયુ છે. ૧૫ ઓક્ટોબરથી ૧૬ જૂન સુધીનાં આઠ માસમાં સિંહદર્શન કરવા આવતા પ્રવાસીઓએ સાસણમાં રીતસરની કતારો લગાવી હોય તેમ ગતવર્ષની તુલનામાં પ્રવાસીઓની સંખ્યામાં ૪૪ ટકાનો ધરખમ વધારો નોંધાયો હોવાનું વનવિભાગે જણાવ્યું છે. આ અંગેની વિગતો આપતા વન્યપ્રાણી વિભાગનાં ડીએફઓ ડૉ. સંદપિકુમારે જણાવેલ કે છેલ્લા બે વર્ષથી પ્રવાસીઓની સંખ્યામાં ભારે વધારો થતો જાય છે.

ચાલુ વર્ષે ગત સાલ કરતા પ્રવાસીઓ ૪૪ ટકા વધ્યા છે. તેમાં વિદેશી પ્રવાસીઓએ પણ સાસણ ગીર જંગલની વીઝીટ કરવાનું વધુ પસંદ કરતા ૩૮ ટકા વિદેશી પ્રવાસીઓનો વધારો થયો છે. પ્રવાસીઓની સંખ્યામાં ભારે વધારો થતા વનવિભાગને સવા ચાર કરોડની માતબર રકમની આવક થઇ છે અને ગીરનાં સ્થાનિક લોકોની રોજગારી મળવા સાથે લોકોની આવક વધી છે. સિંહપ્રજાતિનાં સંરક્ષણ અંગે વન વિભાગની સતત સર્તકતાનાં પરિણામે સિંહોની સંખ્યામાં વધારો થતો રહે છે. ગીર જંગલમાં સિંહદર્શન કરવા આવતા ટુરીસ્ટોને સિંહો જોવા મળતા હોય લોકોનું આકર્ષણ ગીર જંગલ અને સાવજો પ્રત્યે વધ્યું હોવાનું ડૉ. સંદીપકુમારે જણાવેલ હતું.

- પ્રવાસીઓની સંખ્યા ૪,૩૨,૭૧૩એ પહોંચી
દેવળીયા પરીચય ખંડ પ્રવાસીઓની સંખ્યા ૨, ૩૮,૫૮૦ વન વિભાગને થયેલી આવક ૨, ૩૦,૦૬,૭૩૦ ગીર નેશનલ પાર્ક પ્રવાસીઓની સંખ્યા ૧, ૯૮,૧૩૩ વન વિભાગને થયેલી આવક ૨, ૦૦,૭૦,૬૬૦ કુલ પ્રવાસીઓ ૪,૩૨,૭૧૩ કુલ આવક ૪,૩૦,૭૭,૩૯૦ રૂપિયા

No comments:

Previous Posts