Monday, May 06, 2013

Fee of Rs.300 only for Lion hunting

05-05-2013
Fee of Rs.300 only for Lion hunting
Divya Bhaskar
http://www.divyabhaskar.co.in/article/MGUJ-GAN-the-hunting-fee-of-lion-was-just-300-in-gujarat-4254764-PHO.html?seq=1&SBD=

Exculsive: 300 રૂ.માં થતો સિંહનો શિકાર: આ છે ગુજરાતની હકીકત

૩૦૦ ફી લઈ સિંહનો શિકાર કરવા દેવાતો
રસપ્રદ ઇતિહાસ; રાજ્યની સ્થાપના વખતે સિંહ હતા, તેનાથી અત્યારે બમણાં
જૂન-૧૯૬૦માં ધારાસભામાં પ્રશ્નોત્તરી દરમિયાન બહાર સરકારે કબૂલાત કરી હતી


ગુજરાતની અસ્મિતા સમાન ૪૧૧ જેટલા સિંહ,અત્યારે રાજ્યના જંગલોમાં વસન કરી રહ્યાં છે.જેની સાથે ગુજરાતીઓનો એવો ઘરોબો કેળવાયો છે કે,તેમના પરિવારજન ઉપર સિંહનો હુમલો થાય તોપણ તેઓ તેને ગોળીએ દેતા નથી.ગુજરાતના સિંહોને મધ્યપ્રદેશના જંગલોમાં મોકલવા અંગેના કાનૂની હુકમ સામે પણ રાજ્ય સરકાર અને સ્થાનિકજનો સુપ્રિમમાં વધુ કાનૂની જંગ માટે તૈયાર થયાં છે.

જ્યારે બીજીબાજુ એક એવી સત્તાવાર કથની સામે આવી છે કે,૧લી,મે-૧૯૬૦માં ગુજરાત,મહારાષ્ટ્રથી અલગ રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવ્યું તે પહેલાં ગુજરાતના ગીરના જંગલોમાં સિંહના શિકાર માટે મનાઈ હોવાછતાં ખાસ પરવાનગીથી રુપિયા ૩૦૦ ફી લઈને સિંહનો શિકાર કરવાની પરવાનગી અપાતી હતી.

આવું ચોંકાવનારું નિવેદન, કોઈ જાહેરસભામાં કરાયેલું નથી પરંતુ ગુજરાત વિધાનસભા ગૃહમાં જૂન-૧૯૬૦માં પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી દ્વારા પૂછાયેલા પ્રશ્નના જવાબમાં તે વખતના મંત્રી બહાદુરભાઈ પટેલે કર્યુ હતું. રાજ્યમાં ૧૯૩૬માં ૨૩૪ જેટલા સિંહ હતા પરંતુ ૧લી,મે-૧૯૬૦માં ગુજરાત અલગ રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવ્યું ત્યારબાદ ૧૯૬૮માં ગુજરાતના જંગલોમાં માત્ર ૧૭૭ સિંહ જ બાકી રહ્યાં હતા પરંતુ તે પછી સિંહોની વસતી સતત વધતી ગઈ હતી.જે અત્યારે ૪૧૧ સુધી પહોંચી ગઈ છે.

૩ વર્ષમાં શિકારના ૨૯૨ પરવાના અપાયા 'તા
પાલનપુરના તે વખતના ધારાસભ્ય ડુંગરભાઈ પરમારે હિંસક પશુઓનો શિકાર કરવા અપાતા પરવાના અંગે સવાલ કર્યો હતો. હિ‌તેન્દ્રભાઈ દેસાઈએ જવાબ આપ્યો હતો કે, ૧૯પ૭-પ૮થી ૧૯પ૯-૬૦ સુધીના ૩ વર્ષમાં આવા ૨૯૨ પરવાના અપાયા હતા.આ ૩ વર્ષ દરમ્યાન ૮૯ હિંસક પશુઓનો શિકાર કરાયો હતો.

કોના શિકારની મંજૂરી મળતી
તે વખતે વિધાનસભા ગૃહમાં જ મુખ્યત્વે ક્યા હિંસક નવપશુઓનો શિકાર કરાય છે એમ પૂછાતા મંત્રીએ એવો જવાબ આપ્યો હતો કે,વાઘ,ચિત્તા અને રીંછ વગેરે .

પ્રશ્નોત્તરી કેવી હતી ?

માધવસિંહ સોલંકી : આ પરવાનગી કોણ આપે છે ?
બહાદુર પટેલ : જિલ્લા મેજિસ્ટ્રેટ

માધવસિંહ સોલંકી : મુખ્યત્વે ક્યા વનપશુઓનો શિકાર કરાયો છે ?
બહાદુરભાઈ પટેલ : મોટા પ્રાણીઓમાં વાઘ,ચિત્તા,રીંછ વગેરે

માધવસિંહ સોલંકી : કોઈ સિંહનો શિકાર કરવામાં આવ્યો છે ?
બહાદુરભાઈ પટેલ : સિંહના શિકારની સામાન્ય રીતે મનાઈ છે પણ ખાસ મંજૂરીથી રૂ. ૩૦૦ ફી લઈને હાથી અને સિંહનો શિકાર કરવાની પરવાનગી અપાય છે.

ઉદેસિંહ વી.વડોદિયા : ગીરના જંગલામાં શિકારની પરવાનગી અપાય છે ?
બહાદુરભાઈ પટેલ : ગીરના જંગલમાં ભાગ્યે જ અપાય છે. સૌરાષ્ટ્રની અંદર માત્ર દીપડાનો શિકાર કરવાની છૂટ છે.

ગુજરાતમાં ક્યારે,કેટલાં સિંહ હતા ?

૧૯૭૪
૧૮૦

૧૯૭૯
૨૦પ

૧૯૮૪
૨૩૯

૧૯૯૦
૨૮૪

૧૯૯પ
૩૦૪

૨૦૦૦
૩૨૭

૨૦૦પ
૩પ૯

No comments:

Previous Posts